👉 મામલતદાર અને તાલુકા પંચાયત માં કર્મચારીઓ ની અનિયમિતતા જોવા મળી

કડી તાલુકા માં આવેલ અનેક સરકારી કચેરીઓ આવેલી છે જ્યાં કડી શહેર અને તાલુકા ના લોકો મોટી સંખ્યામાં અહીંયા પોતાના કામ કાજ અર્થે આવતા હોય છે. અને તેમના જરૂરી ડોક્યુમેન્ટ લઇ ને તેમના જરૂરી ડોક્યુમેન્ટ માટે સરકારી કચેરીઓ ખાતે પહોંચી જતા હોય છે. પરતું અહીંયા આવેલ કચેરીઓ માં જાણે રામ રાજ ચાલતું હોય તેવા દ્ર્શ્યો અનેક વાર જોવા મળી રહ્યા છે.

કડી માં આવેલ મામલતદાર કચેરી એન તાલુકા પંચાયત કચેરી માં અનેક વાર કર્મચારીઓ અને અધિકારીઓ ની અનિયમિતતા વારંવાર જોવા મળતી હોય છે.જેને લઇ ને અહીંયા આવતા અરજદારો ને અનેક મુશ્કેલીઓ ભોગવવા ના વારો આવતો હોય છે. સરકારી કર્મચારીઓ સવાર અને સાંજ પોતાના નિયત સમય કરતાં ક્યારે આવે છે અને ક્યારે જતા રહે છે તે કોઈ અરજદાર ને ખ્યાલ જ હોતો નથી. જેને લઇને અનેક વાર તાલુકા કે શહેર માંથી આવતા અરજદારો ને વિલા મોઢે પાછું ફરવું પડતું હોય છે. અને સાથે સાથે પાછા અરજદારો પોતાના કામ કાજ છોડી ને અહીંયા કલાકો સુધી જેતે કચેરી ની બહાર અરજદારો કલાકો સુધી પોતાના કામ કાજ માટે બેસી રહેતા હોય છે અને અહીંયા ના કર્મચારીઓ પોતાની રાજા શાહી મુજબ જ પોતાની ઓફિસ માં આવતા હોય તેવા દ્ર્શ્યો અનેક વાર જોવા મળી રહ્યા છે.સરકારી કચેરીઓ ની અનેક લાલિયાવાડી જોવા મળી રહી હોવા છતાં સ્થાનિક કક્ષાના ઉચ્ચ કક્ષાના અઘિકારીઓ ને જાણે કાઇ દેખાઇ નથી રહ્યું તેવો ઘાટ સર્જાયો છે. અને આવા કર્મચારીઓ ને જાણે કોઈ કહેવાવાળુ ન હોય તેવું કડી તાલુકામાં આવેલ કચેરીઓમાં જોવા મળી રહ્યું છે.

કચેરી ની અંદર સવાર થી જ અરજદારો કચેરી ના સમય મુજબ પોતાના કામ કાજ માટે આવી પહોંચતા હોય છે પરંતુ અહીંયા સરકારી કચેરીઓ ના કર્મચારીઓ ની અનિયમિતતા ના કારણે અરજદારો ને ધર્મ ના ધક્કા ખાવા પડતા હોય છે. કડી માં આવેલ અનેક સરકારી કચેરીઓ માં આવા ગુલ્લીબાજ કર્મચારીઓ અને અઘિકારીઓ ની સામે ક્યારેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ની સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવે તો અનેક કર્મચારીઓ ની અનિયમિતતા સામે આવી શકે છે. હવે જોવા નું એ રહ્યું છે કે શું મહેસાણા જીલ્લા માં બેઠેલા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે કડી ની કચેરીઓ માં અનિયમિતતા અને સમય સર હાજર રહેતા નથી તેમની સામે તપાસ કરવામાં આવશે કે નહિ તે લોકોમાં ચર્ચા નો વિષય બન્યો છે. કચેરીઓ માં કામ કરતા સરકારી બાબુઓ પોતાની ઓફિસ માં ટાઈમ સર ન આવતા અનેક અરજદારો ને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય છે.