👉 મહિલા બાળકો ને સ્કૂલે થી લઇ ને ઘરે પરત ફરી રહ્યાં હતાં અને નડ્યો અકસ્માત
કડી અનેક રસ્તાઓ ઉપર નાના મોટો એક્સિડન્ટ ના બનાવો સર્જાતા હોય છે ત્યારે કડી હાઇવે ચોકડી ઉપર ડમ્પર ચાલકે એક મહિલા ને અડફેટે લેતા ભાગદોડ મચી ગઇ હતી.શહેરમાં ડમ્પર ચાલકો વધુ બેફામ પણે વાહન હંકારી રહ્યાં છે.અનેક વખત શહેરમાં ડમ્પરની અડફેટે લોકોના મોત થયાં હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
કડી નગરપાલિકા રોડ થઈ ને કડી હાઇવે ચાર રસ્તા તરફ આવી રહેલ એક ડમ્પર ચાલક આવી રહ્યો હતો તે દરમ્યાન ત્યાંથી એમની આગળ ની બાજુ એક મહિલા પોતાના ટુ વ્હીલર સાથે પોતાના બે બાળકો ને લઈને સ્કુલ માંથી ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન ડમ્પરે ચાલકે મહિલા ને અડફેટે લઈને ઢસડ્યાં હતા. જોકે સદનસીબે બાળકો ને થોડી ઈજાઓ પહોંચી હતી અને મહિલા ના પગ ઉપર ટાયર ફરી વળતાં પગ ના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
કડી હાઇવે ચોકડી ઉપર ડમ્પર ચાલકે મહિલા ને અડફેટે લેતાં મહિલા ના પગ માં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને તેમની સાથે રહેલ બને બાળકો ને નાની ઈજાઓ પામી હતી. સદ્દનસીબે મોટી જાન હાની ટળી હતી. અક્સ્માત સર્જાતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે કડી ની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.અને પોલિસે ડમ્પરે ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.
