આજથી 40 વર્ષ અગાઉ 1985 માં કડી શહેર અને તાલુકા તેમજ આસપાસના વિરમગામ,વઢિયાર પંથકમાં દૂર દૂર આરોગ્યની સેવાનો અભાવ હતો ત્યારે લોકોને આયોગ્યની સુવિધાઓ પુરી પાડવાં પૂજ્ય ડૉંગરેજી મહારાજના આર્શીવાદ થકી કડી તાલુકા પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંદાજીત રૂ. 35 લાખના ખર્ચે માત્ર 82 બેડની ભાગ્યોદય જનરલ હોસ્પિટલની શરૂઆત કરાઈ હતી.તે સમયે હોસ્પીટલ માટે રૂ.3 લાખનું માતબર દાન ભાગ્યોદય જીનીંગ એન્ડ પ્રેસીંગ ફેક્ટરીના માલિક શેઠશ્રી ગિરધારીભાઈ પટેલે આપીને હોસ્પિટલનું નામકરણ ભાગ્યોદય જનરલ હોસ્પિટલ રાખ્યું હતું.શેઠશ્રી ગિરધારીભાઈ,સ્વ.વનમાળીદાસ,સ્વ.રતિલાલ મગનલાલ,સ્વ.પોપટલાલ આત્મારામ તથા ભાગ્યોદય જીનીંગ ફેક્ટરીના ભાગીદારોના સહયોગ થકી કડીમાં હોસ્પિટલની શરૂઆત કરાઈ હતી.
આજે 425 બેડની ભૌતિક સુવિધાઓથી સુસજ્જ 400 કરોડ ઉપરાંતની મૂલ્ય ધરાવતી હોસ્પિટલ થકી કડીની આજે 300 કરોડના ખર્ચે તૈયાર થનાર મેડીકલ કોલેજની પણ ભેટ મળી છે.કડી સહિત આસપાસના 300 ઉપરાંત ગામોના લોકો આરોગ્યની સેવાનો લાભ લઈ રહ્યાં છે.વર્ષ દરમિયાન 3 લાખથી વધુ ઓપીડી અને 72 હજારથી વધુ આઈપીડી અને સાત હજારથી વધારે ઓપરેશન થાય છે.પી.એમ.જે.વાય યોજના અંતર્ગત 1620 થી વધારે ક્લસ્ટરમાં ઓપરાશન વિનામૂલ્યે થાય છે.
આ શુભ સંયોગો સાથે સતત લોકોની આયોગ્યની ચિંતા કરતી હોસ્પિટલના 41 માં વર્ષની ઊજવણી પ્રસંગે આગામી 23 થી 30 એપ્રિલ સુધી આરોગ્ય સપ્તાહ ઉજવવાનું નક્કી કરાયું છે.આગામી 23 એપ્રિલે મેગા રક્તદાન કેમ્પ અને અમદાવાદની HCG હોસ્પિટલના તજજ્ઞ તબીબો દ્વારા વિનામૂલ્યે કેન્સર નિદાન કાર્યક્રમનું આયોજન કરાયું છે.આરોગ્ય સપ્તાહ દરમિયાન હોસ્પિટલમાં થનાર તમામ ઓપરેશન પીએમજેવાય યોજના સમાન રાહતદરે તેમજ મેડીકલ દવા, એક્સરે,સોનોગ્રાફી,લેબોરેટરી તપાસમાં 20 ટકા ડિસ્કાઉન્ટ અને 50 ટકા સુધીની રાહત સમગ્ર બોડી ચેકઅપ ચાર્જમાં કરી આપવાની સંચાલક ટ્રસ્ટી દિલિપભાઈ પટેલે (રાજા ઈન્ડસ્ટ્રીઝ) જણાવ્યું હતું.