બેઠકની શરૂઆત કડી નગરપાલિકા ના ચીફ ઓફિસર, યુજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર, ગેટકોના ડેપ્યુટી ઇજનેર તેમજ અન્ય મહેમાન અધિકારીઓના હાર્દિક સ્વાગત સાથે કરવામાં આવી. વિવિધ યુટિલિટી સંસ્થાઓએ બેઠકમાં ઉપસ્થિત રહી સહભાગીતા નોંધાવી.

સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સિટી ગેસ ડિસ્ટ્રિબ્યૂશન (CGD) ઉદ્યોગ અંગે માહિતીપ્રદ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. બેઠક દરમિયાન યુટિલિટીઓ વચ્ચે સહયોગ અને યોગ્ય સંકલનથી અકસ્માત ટાળી શકાય તેવા મુદ્દાઓ પર વિશદ ચર્ચા કરવામાં આવી.

આ બેઠક દરમ્યાન સંકલન સંબંધિત પડકારો, કાર્યપ્રવાહ વધુ સુવ્યવસ્થિત બનાવવા માટેના ઉપાયો તેમજ સંભવિત તકરારોના નિવારણ માટેના પગલાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા અને વિચારવિમર્શ થયો.