👉મહેસાણા જિલ્લા વડા હિમાંશુ સોલંકી દ્વારા કડી પી.આઇ એ. એન સોલંકી તથા અન્ય ચાર કોન્સ્ટેબલ ની કામગીરી બિરદાવી

કડીના આદુંદરા થી નગરાસણ તરફ જતી મુખ્ય નર્મદા કેનાલમાં જોટાણા તાલુકાની ગ્રામ્ય વિસ્તારની યુવતી નર્મદા કેનાલમાં કૂદી આપઘાત કરવાની કોશિશ કરી હતી. જેમાં યુવતીએ કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. તે દરમ્યાન ત્યાંથી કડી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કડી પોલીસ સ્ટેશનના પી.આઇ એ.એન સોલંકી ને કેનાલમાં કોઈ યુવતી તરતી જોવા મળતા અચાનક પોતાની ગાડી રોકીને નીચે ઉતરી ગયા હતા. સાથે તેમની સાથે રહેલા અન્ય કોન્સ્ટેબલો તાત્કાલિક પોતાના જીવની પરવા કર્યા વગર બે કોન્સ્ટેબલ નર્મદા કેનાલમાં છલાંગ લગાવીને યુવતીને બચાવી લીધી હતી અને તેમનાં પરિવાર ને સોંપવામાં આવી હતી. આ કામગીરી થી પરિવારના લોકો એ પણ કડી પોલીસ ની કામગીરી ને બિરદાવી હતી.

કડી પોલીસ સ્ટેશનના પી.આઈ એ.એન સોલંકી તથા તેમના ડી સ્ટાફ ના હેડ કોન્સ્ટેબલ જશુભાઈ, યુવરાજસિંહ, હરપાલસિંહ, સંજયસિંહ ને મહેસાણા જિલ્લાના પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા આ યુવતી નો જીવ બચાવવા અને તેમની કામગીરીને બિરદાવી હતી.ચાર હેડ કોન્સ્ટેબલ ને જીલ્લા વડા હિમાંશુ સોલંકી દ્વારા સન્માન પત્ર આપીને તેમની કામગીરીને બિરદાવી હતી.