જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન એલાયન્સ અને ગાયત્રી સેવા સંસ્થા દ્વારા ભારત સરકારના બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત બાળ લગ્ન મુક્ત ભારત માટે ૧૦૦ દિવસીય અભિયાન કાર્યક્રમ અંતર્ગત ૨૭મી નવેમ્બર ૨૦૨૪માં ભારત સરકારે ‘ બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન” દ્વારા સંકલ્પ કરેલો અને બાળ વિવાહ નાબુદી કરવા પ્રતિજ્ઞા કરેલી, આ બાળ વિવાહ નાબુદી પ્રતિજ્ઞા દિન નીમીતે આજ રોજ ખમાર ગર્લ્સ હાઈસ્કૂલ કડી તેમજ શ્રી રામ વિદ્યાલય જોટાણામાં શાળાની વિદ્યાર્થી અને સ્ટાફ સાથે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમજ ચાલાસણ મુકામે સાંજે કેન્ડલ માર્ચ નું આયોજન કરી ગામમાં રેલી કાઢવામાં આવી હતી.અને આ રેલીમાં કડીના માનનીય ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઈ ચાવડા સાહેબ ઉપસ્થિત રહી ભારત સરકારના બાળ મુક્ત ભારત અભિયાનને ટેકો આપી લોકોને બાળ લગ્ન મુક્ત ભારત બનાવવા અપીલ કરી ગાયત્રી સેવા સંસ્થાના કાર્યની પ્રશંસા કરી. આ અભિયાનમાં પૂરો સહકાર આપવાની વાત કરી હતી.

ગાયત્રી સેવા સંસ્થા દ્વારા આજના કાર્યક્રમમાં બાળ લગ્ન નાબુદી અંગે ની સમજ આપવામાં આવી હતી અને ૬૦૦ કરતા વધુને બાળ લગ્ન જેવા સામાજીક દુષણને દૂર કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમનું સફળ આયોજન ગાયત્રી સેવા સંસ્થાના ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડીનેટર જયેશભાઇ પરમાર અને ફિલ્ડ કો- ઓર્ડીનેટર જે. બી. સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતૂ.