👉 ગાંજો પીવા માટે વપરાતા રોલીંગ પેપર પર પ્રતિબંધ.
👉 ગોગો પકડવાનું ચાલુ કર્યું પણ શું ગોગો માં વપરાતા ગાંજો વેચવા વાડા પકડાશે ખરા? કે પછી ખાલી ગોગા જ પકડાશે એવી લોકમુખે ચર્ચા?
કડી પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી.કડીના શકરપુરા ઢાળમાં આવેલ રોયલ ટ્રેડર્સમાં રોલિંગ પેપર નું વેચાણ કરતો ઈસમ ઝડપાયો, પ્રતિબંધિત રોલિંગ પેપરો,સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ ના 11 બોક્સ જપ્ત કરાયા કડીના ભવપુરા ચોકમાંથી શ્રીમધુ જનરલ સ્ટોરમાંથી રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનો જથ્થો ઝડપાયો, રાંધેજા ગામનો આરોપી કીશન પટેલ ઝડપાયો,616 જેટલા નાના બોક્સ સહિત કુલ રૂ. 9,240નો મુદ્દામાલ કબજે કર્યો.યુવાધનને બરબાદ કરતા નશીલા પદાર્થોના ઉપયોગ માટે વપરાતી સામગ્રીનું વેચાણ કરતા હતા આરોપી.
ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારમાં આવેલ ચાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનો, પાનના ગલ્લા વગેરેમાં રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી કરવા પર તત્કાલિક પ્રતિબંધ.
