કડી તાલુકામાં આવેલી એક કંપનીમાં ગતરાત્રિ એ આગ લાગવાની ઘટના સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી. કડીના રણછોડપુરા ગામની સીમમાં આવેલી ‘પ્રથમ એનિમલ કેર’ નામની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં કંપનીમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

પશુ આહાર બનાવતી કંપની ઝપેટમાં આવીમળતી માહિતી મુજબ, રણછોડપુરા ગામની સીમમાં સ્થિત આ કંપનીમાં પશુ આહારનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ગુરુવારે રાત્રે અચાનક કંપનીમાં ગોટેગોટા નીકળતા દેખાયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કંપનીને લપેટમાં લઈ લીધી હતી. કંપનીમાં રહેલો કાચો માલ, મશીનરી અને તૈયાર પશુ આહારનો જથ્થો આગમાં બળીને રાખ થઈ ગયો હતો.૩ કલાકની જહેમત બાદ આગ પર કાબૂઆગની જાણ થતા જ કડી પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બે ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આશરે ૩ કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગ લાગી ત્યારે અંદર કામ કરતા કર્મચારીઓ સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં મોટી હોનારત અને જાનહાની ટળી હતી.આગનું કારણ હજુ અકબંધઆ ભીષણ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
