કડી પંથકમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગ લઈ સમગ્ર ગુજરાતના પ્રખ્યાત બનતું જઈ રહ્યું છે પરંતુ કેટલાક કેમિકલ ફેક્ટરીઓના માલિકો દ્વારા આડેધર જ્યાં ત્યાં ખરાબ તેમજ રોડની સાઈડમાં કેમિકલ ફેક્ટરી માંથી નીકળતો કેમિકલ વેસ્ટ નાખી જતા માનવ જીવ તેમ જ પશુ જીવ સામે ખતરો સેવાઈ રહ્યો છે ફરી એક વાર કેમિકલ નો વેસ્ટ નો જથ્થો મળી આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કડી તાલુકાના રાજપુર ઇન્દ્રાડ છત્રાલ રોડ જેવા રોડ ઉપર અનેક કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે જ્યાં પ્રદૂષણ વિભાગ ની મીઠી નજરથી કેમિકલ ફેક્ટરીઓના માલિકો પોતાને એવું જ સમય જે છે કે અમારું રાજ ચાલી રહ્યું છે આડેદડ પ્રદૂષણ ફેલાવું જેના કારણે માનવ જીવ તેમ જ પશુ જીવ સામે ખતરો સેવાઇ રહ્યો છે કડી તાલુકાના રાજપુર ગામેથી ઇન્દ્રાર તરફ જતા રોડ ની બાજુમાં પ્લાસ્ટિકની કોથળીમાં દુર્ગંત મારતો કેમિકલ નો વેસ્ટ નો જથ્થો મળી આવતા કેમિકલ ફેક્ટરીઓના માલિક પર લોકોએ ફટકાર વરસાવી હતી એનકેન રીતે પ્રદૂષણ વિભાગના અધિકારીઓ અને કેમિકલ ફેક્ટરીઓના માલિકની વચ્ચે મિલી ભગતને કારણે અનેક ઠેકાણે ફેક્ટરીઓના માલિકો આડેધડ જ્યાં ત્યાં કેટલાક રૂપિયાના ફાયદા સારું કેમિકલ વેસ્ટ થલવી જતા આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે જ્યારે સ્થાનિક લોકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર જાણે ઘોર નિંદામાં પડી હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે