રાજ રાજેશ્વરી ના બિલ્ડર ના દબાણ થી સોસાયટી નો ગેટ બંધ કરી દેતા સુલભ સોસાયટીના લોકો ના અવર જવર માટે તમામ રસ્તાઓ બંધ.

કડી તાલુકાનાં નાની કડી વિસ્તારમા સોસાયટી ના રસ્તાઓ બંધ થવાની ફરી એકવાર ઘટના સામે આવી રહી છે ત્યારે નાની કડી વિસ્તારમા આવેલ સુલભ સોસાયટી માં અવર જવર માટે ના રસ્તાઓ બંધ થઈ જતાં લોકો ને અવર જવર માટે પડી રહી છે હાલાકી કડી નાની કડી વિસ્તારમા આવેલ સુલભ સોસાયટી ના પાછળ ની બાજુ આવેલ રાજ રાજેશ્વરી સોસાયટી આવેલ છે. ત્યાંથી જે આ સુલભ સોસાયટી નો રસ્તો નીકળતો હતો તે ત્યાં રાજ રાજેશ્વરી સોસાયટી ના બિલ્ડર દ્વારા આ સુલભ સોસાયટી નો નીકળતો રસ્તા આગળ દીવાલ ચણી નાખતા ત્યાં સુલભ સોસાયટી ના રહીશો ને અવર જવર માટે પડી રહી છે હાલાકી ત્યાંથી નિકળી પણ નથી શકતા વાહન વાહનનો ઘરે મુકી ને જવુ પડે છે ચાલતાં.

સુલભ સોસાયટી ના રહીશો માટે ચારે બાજુ રસ્તાઓ બંધ થઇ જતા ત્યાં ના રહીશો ને બહાર કામ તથા નોકરી જવા માટે ત્યાં દીવાલ ઉપર ચડી ને ત્યાં થી પસાર થવું પડેછે. સુલભ સોસાયટી ના રહીશો ભેગાં થઈ ને અલગ અલગ સરકારી કચેરી ખાતે લેખીત અરજી કરવા છતાં હજું સુઘી કોઇ નિવારણ ના આવતાં ત્યાં ના રહીશો એ આંદોલન ની ચીમકી આપી હતી.

સુલભ સોસાયટી ના બાળકો ને સ્કૂલ માં જવાનું હોય તો પણ નાના બાળકો વાલિઓ સાથે દીવાલ કૂદવા મજબુર બન્યાં છે. સાથે ત્યાંથી એક મહિલા દીવાલ કૂદી ને પોતાના કામઅર્થ જતા તેમણે દીવાલ ઉપર થી પડી જતા તેમણે માંથા ના ભાગે ઈજાઓ પણ જોવા મળી હતી. સુલભ સોસાયટી ના રહીશો ની માંગણી ઉભી થઇ છે કે 24 કલાક ની અંદર અમને અમારા સોસાયટી નો હક નો રસ્તો ખુલ્લો નહી કરવા માં આવે તો અમે સમગ્ર સોસાયટી ના રહીશો ભેગાં મળીને ભૂખ હડતાળ ઉપર ઉતરી શું તેવી ચીમકી આપી હતી.

સુલભ સોસાયટી રહીશો દ્વારા જાણવાં મળ્યું છે કે મસ્ત મોટા બિલ્ડરો ની સોસાયટી ના કારણે કોઈ અરજીઓ સામે અમારાં રસ્તા નું નીવારણ આવતું નથી અને હજૂ સુધી કોઈ આ બાબતે લાગતા વળગતા તંત્ર ના અઘિકારીઓ પણ આ ઘટના ની નોંધ લઇને ડોકિયું પણ કરવા નથી આવ્યા તેવું ત્યાં ના રહિશો દ્ધારા જાણવાં મળ્યું છે. અને રહીશો દ્વારા આ અરજીઓ કરેલ છે તેનાં અનુસંધાને જેતે તંત્ર ના અઘિકારીઓ આ સુલભ સોસાયટી ના રહીશો નું રસ્તા નું નીવારણ લાવવા માં નહિ આવે તો સમગ્ર સોસાયટી ના રહીશો ભૂખ હડતાળ ઉપર ઉતરશે જેવી ચીમકી આપી હતી.