હાયફન ફૂડ્સ, ફ્રોઝન ફૂડ ઉદ્યોગમાં એક અગ્રણી નામ છે, તેને વાઇબ્રન્ટ ‘ઉત્તરાયણ’ની ઉજવણી મહેસાણાના ધનપુરા ગામના સ્થાનિક સમુદાયની સાથે કરી. આ પહેલનો હેતુ, મસ્તીભરી પ્રવૃતિ, મનોરંજન તથા મદદ કરવાની ભાવના સાથે ગામડાના લોકોનો પૂરો દિવસ ખુશીઓથી ભરવાનો હતો, આ ગામ હાયફન ફૂડ્સ ઉત્પાદક પ્લાન્ટ્સની સૌથી નજીકનું ગામ છે. સીએસઆર પ્રવૃતિ દ્વારા કંપની હાલમાં જ્યાં કાર્યરત છે, તેની આસપાસના સમુદાયના સર્વાંગી વિકાસ અને સકારાત્મક અસર ઉભી કરી તેની સુખાકારી માટે પ્રતિબદ્ધ છે.હાલની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલ ભાગરૂપે, હાયફન ફૂડ્સ ગર્વથી જણાવે છે કે, તેઓ ધનપુરાના સરકારી શાળાની સામે બાળકો માટે રમત-ગમતના સાધનો આપીને રમતસંકુલ તૈયાર કર્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું આ સ્થળ વિવિધ સાધનોથી સંપન્ન છે, બાળકોને સલામતીપૂર્વક સર્વાંગી વિકાસમાં મદદ કરશે. બાળકો માટે શાળાથી નજીક પ્લે એરિયા હોવાથી શિક્ષણ અને રિક્રિએશન બંનેમાં સુધારો થાય છે, જેનાથી તેમના સંપૂર્ણ વિકાસમાં લાભ મળે છે તથા બાળકોના ચહેરા પર ખુશાલી આવે છે.ઉત્તરાયણ નિમિતે, બાળકોમાં 500થી વધુ રંગીન પતંગો અને ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી તેમનો પતંગ ઉડાડવાનો ઉત્સાહ બહાર આવી શકે. આ ઉપરાંત વિવિધ હાયફન ફૂડ્સ પ્રોડક્ટ્સની ટ્રીટ્સની સાથોસાથ નાસ્તા અને પીણા પણ આપવામાં આવ્યા જેને તેમના તહેવારોના ઉમંગમાં ઉમેરો કર્યો હતો. આ પહેલ વિશે જણાવતા, શ્રી હરેશ કરમચંદાની, એમડી અને ગ્રુપ સીઇઓ, હાયફન ફૂડ્સ કહે છે, “હાયફન ફૂડ્સ ખાતે, અમે સમુદાયના સુધારણા માટે ઊંડાણપૂર્વક પ્રતિબદ્ધ છે અને આ પહેલ તેમના જીવનમાં લાવવા માટે એક સકારાત્મક સુધારા લાવવા માટેના અમારી પ્રતિબદ્ધતાને રજૂ કરે છે. ધનપુરા ગામ એ અમારા કાર્યસ્થળથી નજીક હોવાને લીધે અમારા દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. અહીં, અમે ફક્ત સમુદાયના સુધારણા માટે કામ કરીએ છીએ એટલું જ નથી, પણ અમે તેમની સાથે ઉજવણી પણ કરીએ છીએ. એકબીજાની સાથે અમે ખુશીની પળો માણીએ છીએ, એકબીજાથી નજીક આવીએ છીએ અને વૃદ્ધિને વહેંચીએ છીએ, જેનાથી અમારા પ્રવાસના દરેક પગલા અર્થપૂર્ણ બની રહે છે. તેમના વિકાસમાં ફાળો આપવો એ અમારા માટે ગર્વની વાત છે અને તેમની સાથે ઉજવણી કરવીએ એ અમારી ખુશીઓ ફેલાવવાના મિશન તથા વૃદ્ધિને વેગ આપવાના અમારા મિશનનો એક ભાગ છે.”આ ઇવેન્ટમાં ધનપુરા ગામના સરપંચ શ્રીમતિ પટેલ પૂર્વીબેન પંકજકુમાર, ધનપુરાના અગ્રણી સમાજ સુધારક શ્રી જયંતિભાઈ છગનભાઈ પ્રજાપતી તથા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી સતિષભાઈ પ્રજાપતી હાજર રહ્યા હતા. તેમની હાજરી અને સહકારથી આ પહેલમાં ઘણો સહયોગ પ્રાપ્ત થયો છે.હાયફન ફૂડ્સ તેમની આસપાસ રહેતા લોકોના જીવનમાં એક સકારાત્મક અસર ઉભી કરવામાં માને છે. આ ઇવેન્ટએ સમુદાયમાં ખુશી, સ્મિત તથા સંગાથની સાથે તહેવારની ઉજવણી કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.