કડી શહેર અને તાલુકો ભાજપનો ગઢ માનવામાં આવે છે. એક લાબા સમયથી નગરપાલીકામાં ભાજપનું રાજ રહ્યું છે પરતું હવે સત્તાના ગુમાનમાં રાચતા નેતાઓ જેમને લોકોએ મત આપી સત્તા સોપી છે તેઓ એક અલગ જ દુનિયામાં રાચતી હોય તેમ લોકોના પડતી હાલાકી કે તકલીફો દેખાતી જ નથી. અનેક પ્રાથમિક સમસ્યાઓથી સ્થાનિકો ટળવળી રહ્યા છે તેનો તો કોઈ ઊકેલ આવતો નથી પણ રોડ-રસ્તા પર લગાવેલી જાળીઓની હાલત જોતો મોટો અકસ્માત થઈ કોઈનો જીવ જાય તો પણ નવાઈ નહી.
કડી નગરપાલીકામાં હાલ ભાજપના નગરસેવકોને લોકોએ મત આપી તેમના પ્રતિનિધિ તરીકે ચુંટી સત્તાનું સુકાર સોપ્યું છે. પણ એક લાબા સમયથી સત્તાનું સુખ ભોગવતા નેતાઓને શહેરને લોકોને પડટી તકલીફો કે સમસ્યા દેખાવાની બંધ થઈ ગઈ છે. રોડ રસ્તા પર ટ્રાફિકના સમસ્યા હલ કરવાનો કોઈ પ્લાન તો નથી પણ આ રસ્તા પર જે જાળીઓ લગાવેલી તે હવે રોડ પર લટકી રહી છે અને કોઈ પણ સમયે નાના વાહનો સાથે અકસમાત થઆ કોઈને ઈજા પહોચી શકે કે પછી જીવ પણ જાય તેમ હોવા છતાં આ શાસકોને કંઈ દેખાતું ન હોય તેવી હાલત છે.
કડી નગરપાલીકાના અણધણ વહીવટના કારણે થોડા સમય પહેલા તેમની જ રાત્રીના સમયે એમ્બ્યુંલન્સની ચોરી થઈ હતી. હાલ અનેક લોકો ગેરકાયદેસર દબાણો કરી ચુંક્યા છે. પીવાના પાણી, ઊભરાતી ગટરો સહીત અનેક પ્ર્શ્રો વણ ઊકેલાયેલા છે. સત્તાધિશો સાથે સાંઢગાઢ ધરાવતા લોકોએ દબાણો કર્યા,લાભો લઈ લેવા તેની તરફ પણ ધ્યાન આપો તો ધણું બધુ બહાર આવે તેમ છે