આઝાદી પહેલા સ્થપાયેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી મહોત્સવની રાષ્ટ્રીય સ્તરની ઉજવણીના ભાગ રૂપે ગાયકવાડી નગર કડીમા વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે.

ચોથી ઓક્ટોબર, શનિવારના દિવસે શહેરના અયોધ્યા નગર વિસ્તારના સત્તાવિસ સમાજના મેદાનમા સાંજના પાંચ કલાકે આયોજિત થનારા સમારોહમા રાષ્ટ્રીય સ્વયં સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ અને કાર્યકરો પૂર્ણ ગણવેશમા શિસ્તને અનુશાસનમા રહી વૈવિધ્યસભર કાર્યક્રમો પ્રસ્તુત કરી શક્તિ પ્રદર્શન દ્રારા શતાબ્દી મહોત્સવની સેવાકીય પ્રવૃત્તિઓનો સંદેશ પ્રસરાવશે.

આ ગૌરવવંતા પ્રસંગે વિભાગ કાર્યવાહ અમિતભાઈ પટેલ મુખ્ય વકતા તરીકે જ્યારે યુવા કોલમ લેખક અને પ્રિન્સીપાલ ડો.ધર્મેન્દ્રભાઈ પટેલ પ્રાસંગિક પ્રવચન કરશે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું ઉત્તર ગુજરાત ક્ષેત્રનું હેડકવાર્ટર ગણાતા ગાયકવાડી નગર કડીમા રાષ્ટ્ર વ્યાપિ શતાબ્દી મહોત્સવની ઉજવણીના પ્રારંભે વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરાતા કડી શહેર અને તાલુકાના કાર્યકરો અદમ્ય ઉત્સાહથી આ કાર્યક્રમને ગૌરવપદ બનાવવા તૈયારીઓમા લાગી ગયા છે.