આ સ્પર્ધામાં ૧૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો .તમાકુ ખાવાથી થતા નુકસાન તેમજ તમાકુ ખાવાથી થતા રોગો કેન્સર ટીબી મગજનો લકવો જેવી બીમારીઓનો અંગે નું માર્ગદર્શન PHC ખાવડ ના MO સાહેબશ્રી તેમજ AMO સાહેબશ્રી અને MPHS સાહેબશ્રી દ્વારા આપવામાં આવ્યુ.તેમજ આમ – વિડજ નો સ્ટાફ ઉપસ્થિત રહી બાળકોને તમાકુ અધિનિયમ 2003 COTPA અંતર્ગત માહિતી આપવામાં આવી.
વ્યસન મુક્તિ અંગેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ , દ્વિતીય , ત્રીજા નંબરના વિજેતાઓને ઇનામ તેમજ ભાગ લેનાર તમામ વિધાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા. શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષક દ્વારા આ કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું. અને કાર્યક્રમને સફળ બનાવ્યો.
