1 કરોડ 10 લાખ ના ખર્ચે તૈયાર થનાર રોડો નુ આજે ધારાસભ્ય ના હસ્તે ખાતમુહૂર્ત
કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં અનેક રોડ ચોમાસાની સિઝનમાં ખખડધજ હાલતમાં મળી રહ્યા છે. ત્યારે કડી શહેરના માર્કેટ યાર્ડ રોડ છેલ્લા પાંચ મહિનાથી ખખડધજ હાલતમાં થઈ ગયો હતો. આખરે તંત્ર દ્વારા તે રોડનું આખરે પાંચ મહિના બાદ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.
કડી શહેરના કરણનગર રોડ, ભાગ્યોદય હોસ્પિટલ થી વડવાળા હનુમાન, ઘુમટીયાથી કુંડાળ ચોકડી સુધીના રોડ તેમજ શહેરના અને કરોડ રસ્તા ચોમાસાની સિઝનમાં ખખડધજ થઈ ગયા હતા. જાણે ખાડામાં રોડ છે કે રોડ પર ખાડા છે તેવી સ્થિતિ જોવા મળી હતી. જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. માર્કેટયાર્ડ રોડ ખખડધજ થઈ જતા ધૂળની ડમરીઓ ઉડતા વાહન તાલુકો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા. તેમજ રોડ ઉપર આવેલ દુકાનના વેપારીઓ પણ ધૂળના કારણે અનેક સમસ્યા અનુભવી રહ્યા હતા. આખરે તંત્ર દ્વારા હવે રોડનું કામકાજ શરૂ કરાશે. કડીના ધારાસભ્ય તેમજ કડી નગરપાલિકાના હોદ્દેદારો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું.છેલ્લા પાંચ મહિનાથી ચોમાસાની સિઝનમાં માર્કેટયાર્ડ રોડ પર ખૂબ જ ખાડા પડી જવાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કડી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રવિવારે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું. ચાર મહિના પૂર્વે સરકાર દ્વારા રોડને મંજૂર કરવામાં આવેલો હતો. રૂપિયા 1.10 લાખના ખર્ચે રોડ તૈયાર કરવામાં આવશે તેમજ 600 મીટરનું કામ ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થશે. જ્યારે પાંચ મહિનાથી લોકો આ રોડના કારણે હેરાન પરેશાન થઈ ગયા હતા અને આખરે તંત્ર દ્વારા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવતા લોકો રાહતનો અનુભવશે.