👉પી.એલ. વાઘેલા થોડા સમયથી અનેક વિવાદોથી ઘેરાયેલા હતા.

👉પી. આઇ ની બદલી થતા તેમના માનિતા ઓ આખરે વિલા મુખે જોવા મળ્યા

કડી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં અનેક સમય થી બેફામ ગેર કાયદેસર ના ધંધાઓ બેફામ ચાલી રહ્યા હોવા છતાં કડી પોલીસ સ્ટેશન ના પી. આઈ સહીત સમગ્ર સ્ટાફ હાથ પર હાથ ધરી ને બેસી રહ્યું હોય તેવું જોવા મળતું હતું અનેક વાર કડી પોલીસ સ્ટેશન ના પી. આઇ અને તેમના માનિતા વહીવટદાર અનેક વાર વિવાદ માં આવી ચૂક્યા છે પરતું આ અધિકારી ના મનમાં એવું હતું કે અમારું કોઈ ક્યાં કરી શકવાનું છે એવું વ્હેમ માં રહી ને કડી માં બેફામ ચાલતાં ધંધા ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નહોતી. ત્યારે તેમના રેન્જ ડીઆઇજી ની સ્કોવાડે કડી માં આવેલ બુડાસણ જીઆઈડીસી માંથી લાખો રૂપિયા નો દારૂ ઝડપી પાડી ને કડી પી. આઇ ની ઉંઘ હરામ કરી નાખી હતી. દરોડા પડતા ની સાથે કડી પોલીસ સ્ટેશન માં વહીવટદાર પણ દોડતા થઈ ગયેલા જોવા મળ્યા હતા.

કડી ના પી. આઇ પી. એલ વાધેલા મુકાયા સાઈડ લાઈનમાં મહેસાણા જીલ્લા પોલીસ વડા ડો. તરુણ દુગ્ગલ એ બદલી કરી કડી ના પી. આઇ ને હેડ કોટર ખાતે મૂકવામાં આવ્યા હતા. મહેસાણા જીલ્લા ના કડી માં ધણા સમયથી અસામાજિક તત્વો બૂટલેગરો હિસ્ટ્રી સ્વીટરો જુગારીઓ મેચના સ્ટોટિડયા ઓ, નશાકારક તાડીનું વેચાણ કરનાર લોકો સહિત અનેક ગેરકાયદેસર કામો નું બે રોક ટોક અંજામ આપનાર આવા તત્વો વિરુદ્ધ સ્થાનિક પોલીસ ની યોગ્ય અને ઠોસ કાર્યવાહી નહોતી તેને લઈને થોડાક સમય પહેલા કડી માં રેન્જ ડીઆઇજી વિરેન્દ્રસિંહ યાદવની ટીમે કડી માં વિદેશી દારૂ માં દરોડો પાડી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો આ મામલા ને લઈને પી. આઈ ની કામગીરી શંકા ના ડાયરામાં આવી ચૂકી હતી.

મહેસાણા જીલ્લા ના પોલીસ વડા એ ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર અને બે સબ ઇન્સ્પેક્ટરની ની બદલી કરી નાખવામાં આવી હતી. બદલી નો દોર થતા કડી પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામ્યો હતો.જેમ કડી પી. આઇ પી. એલ વાધેલા ની બદલી કરી ને મહેસાણા હેડ કોટર ખાતે મૂકી દેવામાં આવ્યા હતા.અને તેમની જગ્યાએ કડીમાં પી.આઈ તરીકે એ. એન સોલંકી ને મૂકવામાં આવ્યા છે.

મળતી વિગતો અનુસાર મહેસાણા જિલ્લામાં અને ખાસ કરીને કડી તાલુકામાં અસમાજિક તત્વો બૂટલેગરો બેફામ બનેલા હતા કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિને જાહેરમાં બે રોક ટોક વગર અંજામ આપી પોલીસ ને પડકાર ફેકી રહ્યા હોવા છતાં કડી ના સિંઘમ પોલીસ તરીકે ઓળખાતા પી. એલ વાધેલા ગુન્હાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા આરોપી ને છાવરી રહ્યા હોય તેવું જોવા મળતું હતું. કડી પોલીસ ને ગુન્હાતી પ્રવૃતિ કરનાર લોકો અનેક વાર પડકાર પોલીસ ને ફેંકી રહ્યા હોવા છતાં કડી પોલીસ કોઈ કામગીરી કરવા તૈયાર નહોતી તેમના કામ ના કારણે સ્થાનિકો માં સતત ભય અને ફફડાટ ફેલાઈ રહ્યો હતો.

કડી પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડી. સ્ટાફ ના કર્મચારીઓ બિફોર અને આફ્ટરનૂનમાં જ વ્યસ્ત રહેતા હતા અને યોગ્ય કાર્યવાહી નહોતા કરતા તે કારણસર સ્થાનિકો છે તેમના મનમાં પોલીસ પ્રત્યે સતત શંકા કુશંકા જન્મેલી રહેતી હતી સ્થાનિકો ત્યાં સુધી ચર્ચા કરતા હતા કે પોલીસ ની મીઠી રહેમ નજર હેઠળ જ આવા અસામાજિક તત્વો બુટલેગરો તેમના ગુન્હાઓ ને અંજામ આપી રહ્યા હતા. આવા તત્વો અનેક વખત પોલીસ સ્ટેશન ની બહાર પોલીસ ના ડર વિના બહાર જોવા મળતા હતા અને તેમના સાથે કડી પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ અને અધિકારીઓ પણ જોવા મળતા હતા તે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ કડી પોલીસ સ્ટેશન સી. સી ટીવી ફૂટેજ ના આધારે તપાસ કરવામાં આવે તો અનેક પોલીસ કર્મચારીઓ ની સંડોવણી બહાર આવી શકે છે.

અસામાજિક તત્વો ની અને પોલીસ ની સાંઠ ગાંઠ ને કારણે લોકોના મનમાં પોલીસ પ્રત્યે ની શંકા જન્મેલી જોવા મળતી હતી.તેવામાં થોડાક સમય પહેલા રેન્જ ડી આઇજી વિરેન્દ્રસિંહ યાદવની ટીમે કડી માં વિદેશી દારૂ ઉપર દરોડો પાડી ને એક ગોડાઉનમાં લાખો રૂપિયાના દારૂનું કટીંગ થતું ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યાર પછી સતત ચર્ચાઓ ચાલી રહી હતી કે આ દરેક વસ્તુઓ પોલીસ ની જાણ બહાર તો ન જ ચાલે અને કાર્યવાહી ને લઈને પણ લોકો માં ચર્ચાઓ જોવા મળતી હતી. તેવામાં આજે મહેસાણા જિલ્લામાં ના પોલીસ વડા એ ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર અને બે સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરી નાખવામાં આવી હતી.જેમ કડી પી. આઇ પી.એલ.વાધેલા જે સતત વિવાદો થી ધેરાયેલા હતા જેને લઈને તેમને સાઈડ લાઈન કરી લિવ રિઝર્વ માં મૂકી દેવામાં આવ્યા હતા.અને તેમના સ્થાને AHTU માં રહેલા એ. એન સોલંકીને કડી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે.

કડી પોલીસ સ્ટેશન AHTU માં રહેલા એ. એન સોલંકીને કડી પોલીસ ઇન્સ્પેક્ટર હવાલો સોંપવામાં આવ્યો છે જો કે નવા પોલીસ ઇન્સ્પેક્ટર માટે પણ અનેક પડકારો રહેશે કેમકે કડી માં જે ગેર કાયદેસર પ્રવૃતિ અને બૂટલેગરો દારૂનું વેચાણ ફોન પર અને પોતાના વાહનો માં કરી રહ્યા છે અને તેના માટે સ્થાનિક પોલીસ ની મીઠી રહેમ નજર હેઠળ ચાલી રહી છે તે સતત ચર્ચાઓ રહેતી હોય છે. તેમજ પોલીસ છે તેમને એક તરફી કામગીરી લઈને પણ સતત સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ દરેક વસ્તુ નવા પોલીસ ઇન્સ્પેક્ટર માટે પડકાર રહેશે હવે જોઈએ આવનાર સમયમાં આ નવા પી . આઇ AHTU માં રહેલા એ. એન સોલંકીને કડી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે શું નવા જુની કરશે તે જોવા નું રહ્યું છે.

કડી પોલીસ સ્ટેશન પી. આઇ ના વહીવટદાર ને રાતો રાત વહીવટદાર માંથી ખસેડી દેવામાં આવ્યા હતા.

*કડી પોલીસ સ્ટેશનમાં પી. આઇ વાઘેલા તેમની કામગીરી બતાવા માટે મીડિયા સમક્ષ વાહ વાહ કરતા ગણી વાર જોવા મળ્યા છે પરંતુ કડી પોલીસ ની ગુન્હાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા લોકો સાથે સાંઠ ગાંઠ અનેક વાર મીડિયા સમક્ષ બહાર જોવા મળી છે ત્યારે કડી પોલીસ સ્ટેશન ના પી. આઇ વાઘેલા ના માનીતા એવા વહીવટદાર પણ થોડાક સમય થી કડી માં બેફામ રીતે વહીવટ કરતા જોવા મળી રહ્યા છે અને તેમને ખુલ્લા પણ પાડવામાં આવ્યા હતા પરંતુ આગેવાનોની ઉપસ્થિતિમાં સમાધાન થઈ જતા કડી પોલીસના પી. આઇ વાઘેલા એ તેમના વહીવટદાર નો બચાવ પણ કરી નાખવામાં આવ્યો હતો ત્યારે બાદ પણ કડી પોલીસ ના વહીવટદાર નું સૂત્ર હતું કે “હમ તો નહીં સુધરેંગે” અમે તો વહીવટ કરવાના જેવા અનેક દ્રશ્યો પણ જોવા મળતા હતા ત્યારે બાદ ડીજી સ્ક્વોડે વિદેશી દારૂ ઉપર દરોડો પાડતા ની સાથે કડી પી. આઇ ની ધડકન ધબકતી જોવા મળી હતી અને સાથે વહીવટદાર પોતાના બચાવ માટે આમથી આમ કડી પોલીસ સ્ટેશન ના ચક્કર મારવા લાગ્યા હતા. લોકો માં હાલ ચર્ચાઓ જાગી છે કડી પોલીસ સ્ટેશન માં વહીવટદાર બેફામ રીતે ગેર કાયદેસર ચાલતાં ધંધા ઉપર જઈને બેફામ વહીવટ કરી ને ધંધો ચાલુ રાખવા માટે જાણે પરમિશન આપી દેવામાં આવતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે તો શું જીલ્લા પોલીસ વડા હવે આ કડી પોલીસ સ્ટેશન ખાતે પોતાનો વહીવટદાર નો અડ્ડો જમાવી ને બેઠા છે તેમની ઉપર કોઈ કાર્યવાહી કે તપાસ કરવામાં આવશે કે નહીં તે લોકો માં ચર્ચા નો વિષય બન્યો છે.