👉 ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર ના વરદ હસ્તે વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું.

કડી તાલુકા શહેર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા કડી માં આવેલ ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે ઈનામ વિતરણ અને સન્માન સમારંભ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર ક્ષત્રિય સમાજના અંદાજીત 400 થી વધુ જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું.કડી તાલુકા શહેર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા તેજસ્વી તારલાઓ ઈનામ વિતરણ તથા રાજ્ય દેશ લેવલે સમાજનું નામ રોશન કરનારનું સન્માન કરવા માટેનો કાર્યકમ આજે યોજાયો હતો. આ કાર્યક્રમમા ઊપસ્થિત પ્રદેશ પ્રમુખ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા ધારાસભ્ય દક્ષિણ ગાંધીનગરના અલ્પેશજી ઠાકોર તથા જગતસિંહ ચૌહાણ પ્રદેશ ઉપપ્રમુખ, ધવલસિંહ ઝાલા ધારાસભ્ય બાયડવિધાનસભા મહાનુભાવો દ્વારા પોતાના વક્તવ્યમાં શિક્ષણ પર ભાર મૂકવા હાકલ કરાઇ હતી.કડી તાલુકા ઠાકોર સમાજનાં 400 થી વધુ જેટલાં તેજસ્વી તારલાઓ અને રાજ્ય દેશ લેવેલે ગૌરવ વધારનાર લોકોનું સન્માન કરાયું હતું.કડી તાલુકા ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા વિદ્યા રતન એવોર્ડ 2023-24 માં પાસ થયેલા ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષામાં સારા ગુણ મેળવી પાસ થયેલા તેવા તેજસ્વી તારલાઓ ને સન્માનિત કરવા માટે કડી તાલુકા ઠાકોર સેના તેમજ GKTS એકેડેમી અને લાઇબ્રેરી કડી દ્ધારા ખૂજબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ ના વિવિઘ નામી અનામી દાતાઓ દ્વારા પણ ઉદાર હાથે ઈનામ વિતરણ કાર્યકમમાં ફાળો આપવામાં આવ્યો હતો. અને એક સાથે સમાજ ના ભાઈઓ બહેનો તથા સમાજ ના આગેવાનો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.