👉 મર્યાદા પુરુષોત્તમ ના પ્રાગટ્ય મહોત્સવને ઉમળકાભેર વધાવતા ભાવિ ભક્તો
👉 ભવ્ય શોભાયાત્રા માં ડ્રોન થી હનુમાનજી ઉડ્યા ભાવિ ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
👉રામલલ્લાના રંગે રંગાયું કડી
કડીમાં છેલ્લા 43 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે. જ્યાં આ વર્ષે એટલે કે 44 માં વર્ષે રામનવમી શોભાયાત્રા નું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.કડી માં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનાં પ્રાગટય દિવસ ‘રામનવમી’ની ભક્તિભાવ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી રામનવમીની ઉજવણીનાં કારણે લોકોનો ઉત્સાહ આસમાનને આંબી ગયો હતો.

કાળઝાળ તડકામાં પણ વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી અને ભાવિ ભક્તોએ પણ ઉલ્લાસભેર જોડાઈને ‘જય શ્રીરામ’નાં નારા લગાવ્યા હતા.કડી ના કરણનગર વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદીર ખાતેથી ભવ્યાથી ભવ્ય શ્રી રામ નવમી શોભાયાત્રા નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જ્યાં અલગ અલગ વિસ્તારોમાં પરિભ્રમણ કરીને નિજમંદિર ખાતે પોંહચશે આજરોજ રામ નવમી તહેવારના દિવસે રામોત્સવ તરીકે સમગ્ર વિશ્વ તેમજ દેશ ઉજવી રહ્યું છે ત્યારે કડી શહેરમાં પણ રામ ભક્તો ધામધૂમ પૂર્વક ઉજવણી કરી રહ્યા છે .વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વર્ષોથી ચાલી આવતી પ્રણાલીતા મુજબ આ વર્ષે પણ રામ નવમી શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું 44મી શ્રી રામ નવમી શોભાયાત્રા નું પ્રસ્થાન કડી ના કરણનગર વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર ખાતેથી સંતો મહંતોના વરદ હસ્તે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન રથ માં બિરાજમાન કરી આરતી ઉતારીને શોભાયાત્રા નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં 25 થી વધુ ટેકટરો માં અલગ અલગ વેશભૂષા તેમજ ટેબલો એ સમગ્ર શોભા યાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું તેમજ ગજરાજ, ઘોડા , ડીજે, ઊંટ લારી ઢોલ નગારા વાજતે ગાજતે રામલલ્લા નગરચર્યાએ નીકળ્યા હતા.ભગવાન ના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા. રામ નવમી 44મી શોભાયાત્રા ગાયત્રી મંદિર ખાતેથી પ્રસ્થાન કરીને કમળ સર્કલ, ભાવપુરા, ટાઉનહોલ, ભાગ્યોદય હોસ્પિટલ ચોકડી, પટેલ ભુવન, ગાંધીચોક, ગંજ બજાર, બંબા ગેટ, કરણપુર વડ, મોટો કોઠારી વાસ, લુહાર કુઈ,VHP કાર્યાલય, ચબૂતરા ચોક, ફાટી પોળ, મલ્લહારપુરા વાસ, તળાવ થઈ ખાખ ચોક ખાતે આવેલ રામજી મંદિર ખાતે પહોંચી હતી. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ આવેલા અગ્રણીઓ દ્વારા ભગવાન રામચંદ્ર ની મહા આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી શોભાયાત્રા પરિભ્રમણ કરતા સમગ્ર રાજમાર્ગો જય શ્રી રામ ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. કડી વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ તથા દુર્ગા વાહિની તથા સમગ્ર હિન્દુ ધર્મ ના લોકો મોટી સંખ્યામાં જોડાઈ ને ધામ ધૂમથી રામ નવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને સમગ્ર શોભાયાત્રા દરમ્યાન કડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
