એક જાગૃત નાગરીક દ્રારા કડી ના ઇન્ચાર્જ આચાર્ય કમલેશભાઈ અમૃતલાલ પટેલ એસ.એમ ખમાર ગર્લ્સ હાઈસ્કૂલ, તારીખ ૧૧/૧૧/૨૦૨૪ ના રોજ રૂ. ૧૪,૦૦૦/- માંગણીની કરી.

સ્વૈચ્છીક નિવૃત્તિ બાદ પેન્શન કેસ બનાવવા, જી.પી.એફ, સાતમા પગારપંચનું એરિયર્સ બીલ બનાવવા તેમજ મોઘવારી તફાવત અને રજાઓનું રોકડ રૂપાંતર બીલ બનાવવા તેમજ જી.પી.એફ સ્લીપો લાવી આપવા માટે આરોપીએ ફરીયાદી પાસે કુલ રૂ.૧૪,૦૦૦/ની લાંચની માગણી કરેલ. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માગતા ના હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા, લાંચનુ છટકુ ગોઠવતા,આરોપી લાંચના છટકા દરમ્યાન સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ સ્વીકારતા પકડાઇ જઇ ગુનો કર્યા .