નગરજનોને ઘરઆંગણે એક જ સ્થળે સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારનો પ્રજાલક્ષી અભિગમ સિટી સિવિક સેન્ટર ને ગણાવતા તેમણે જણાવ્યું કે, સિટી સિવિક સેન્ટર બનવાથી નાગરીકો ને આ સુવિધા મય સરનામા અંતર્ગત લગ્ન નોંધણી, મિલકત વેરો,વ્યવસાય વેરો તથા વ્યવસાય વેરાનું રજિસ્ટ્રેશન, હોલ બુકિંગ, જન્મ/મરણ પ્રમાણપત્ર, ગુમાસ્તા ધારાની નોંધણી, વાહન કર, મકાનના નકશાની મંજૂરી બિલ્ડીંગ પ્લાન ની મંજૂરી, આરોગ્ય અંગેના લાઈસન્સ, લારી ફેરિયા અંગેના લાઈસન્સ, માહિતી અધિકાર સ્વીકૃતિ, કર વિભાગની અરજીની સ્વીકૃતિ, સ્વિમિંગ પૂલ અને જીમની ફી સ્વીકૃતિ, ફાયર (એનઓસી) એપ્લીકેશન તથા અન્ય સેવાઓનું પણ સિવીક સેન્ટર ખાતે આવરી લેવાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 34 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કર્યું હતું. જેમાં કડી દેત્રોજ રોડ ઉપર આવેલ પુસ્તકાલય કાર્યલય ખાતે ઈ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ ઈ-લોકાર્પણ પ્રસંગે કડી ના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી ઉપસ્થિત રહીને સિટી સિવિક સેન્ટર લોકોને સમર્પિત કર્યું હતું.કડી યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય કરશનભાઈ સોલંકી જણાવ્યું હતું કે, સરકાર લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે જ આજરોજ સિટી સિવિક સેન્ટરનું કડી ખાતે ઈ – લોકાર્પણ કરવામાં આવ્યું છે.

જેના કારણે હવે કડી વિસ્તારના નગરવાસીઓ ને નગરપાલિકા સુધી કોઈપણ પ્રકારના કામગીરી માટે ધક્કો ખાવો નહીં પડે. આમ લોકોનો સમય અને ખર્ચ બચશે.રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓમાં જેવી સુવિધાઓ નાગરિકોને મળી રહે છે તેવી જ સુવિધાઓ નગરપાલિકા વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવાના હેતુથી નગરપાલિકા વિસ્તારોમાં સિટી સિવિક સેન્ટર (નાગરિક સુવિધા કેન્દ્ર)ની સ્થાપના કરવામાં આવી છે. સિટી સિવિક સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ઘર આંગણે ઝડપી, ફ્રેન્ડલી અને પારદર્શક ઈ-ગવર્નન્સની સેવાઓ પહોંચાડવાનો છે. આધુનિક ટેક્નોલોજી અને પ્રગતિશીલ અભિગમથી વધુમાં વધુ લોકોને શ્રેષ્ઠ સુવિધાઓ આપવાની રાજ્ય સરકારની આ પહેલ છે. સરકારની તમામ ઈ-સુવિધાઓ માટે સિટી સિવિક સેન્ટર વન સ્ટોપ સોલ્યુશન છે. જેમાં મહેસાણા જિલ્લાના ત્રણ તાલુકામાં કડી, વિસનગર, વડનગર માં ઈ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.આ ઈ – લોકાપર્ણ પ્રસંગે કડી ના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, રાજુભાઈ શુક્લ, કડી નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, કોર્પોરેટર તેમજ અધિકારીઓ અને નગર જનો હાજર રહ્યા હતા.