રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બેટરી બ્લાસ્ટ થવાની ઘટનાઓ વધી રહ્યા છે. રમકડાની બેટરી બ્લાસ્ટ થવાના કારણે બાળકો ઈજાગ્રસ્ત થાય છે. આ દરમિયાન મહીસાગર જિલ્લામાં નાના બાળકોના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જ્યા રમકડાંમાં બ્લાસ્ટ થતાં એક બાળકે આંખ ગુમાવી છે.
મહીસાગર વીરપુરના કોયડેમના ધોરણ 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઈલેક્ટ્રીક રમકડાથી રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક રમકડાની લિથિયમ બેટરી બ્લાસ્ટ થઈ હતી. જેના કારણે વીરેન્દ્રસિંહ ઠાકોર નામના બાળકે આંખ ગુમાવી હતી. આ ઉપરાંત બાળકને શરીરના અનય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, ગાયત્રી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને રમકડા આપ્યા હતા.